Lyrics (ગુજરાતી)
આ
નભ ઝૂક્યું તે
કાનજી ને
ચાંદની તે રાધા રે,
આ
સરવરજળ તે કાનજી ને
પોયણી તે રાધા રે,
આ નભ ઝૂક્યું તે કાનજી…
આ બાગ ખીલ્યો તે કાનજી ને
લ્હેરી જતી તે રાધા રે,
આ પરવત-શિખર કાનજી ને
કેડી ચડે તે રાધા રે,
આ નભ ઝૂક્યું તે કાનજી…
આ ચાલ્યાં ચરણ તે કાનજી ને
પગલી પડે તે રાધા રે,
આ કેશ
ગૂંથ્યા તે કાનજી ને
સેંથી પૂરી તે રાધા રે,
આ નભ ઝૂક્યું તે કાનજી…
આ
દીપ જલે તે કાનજી ને આરતી તે રાધા રે,
આ
લોચન મારાં કાનજી ને
નજરું જુએ તે રાધા રે!
આ નભ ઝૂક્યું તે કાનજી…
Literal Interpretation / Translation
This sky that bends is Kanji (Krishna), and the moonlight is Radha,
This lake water is Kanji, and the water lily is Radha,
This garden that blooms is Kanji, and the flowing breeze/fragrance is Radha,
This mountain peak is Kanji, and the path that ascends is Radha,
These walking feet are Kanji, and the footprint that forms is Radha,
This braided hair is Kanji, and the filled parting-line (senthi) is Radha,
This lamp that burns is Kanji, and the Aarti (ritual flame) is Radha,
These eyes of mine are Kanji, and the gaze that sees is Radha!
Recordings
This poem has been beautifully rendered by several artists. Here are a few popular versions:
